પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાન પર ફરી ફાયરિંગ કરવામાં આવ્યુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઈમરખાન ખાન જામીન મળ્યા બાદ જ્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એક કરતા વધારે રાઉન્ડ ફાયરિંગ કરાયુ હતુ. જાેકે ઈમરાન ખાનને તો કોઈ નુકસાન થયુ નથી પણ આ ફાયરિંગનુ ટાર્ગેટ ઈમરાન ખાન હતા તેવી અટકળો થઈ રહી છે. આટલી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હુમલાખોરો ફાયરિંગ કેવી રીતે કરી શક્યા અને એ પછી ભાગી છુટવામાં પણ કેવી રીતે સફળ થયા તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. હાઈકોર્ટની આસપાસના વિસ્તારમાં પોલીસે તપાસ પણ શરુ કરી હતી અને તેમાં ખબર પડી હતી કે અજાણ્યા લોકોએ હાઈકોર્ટની ઈમારત પાસે એક કબ્રસ્તાન અને એક ગલી પાસે ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગનુ ટાર્ગેટ ઈમરાન હતા તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસનુ કહેવુ છે કે, ફાયરિંગની અન્ય એક ઘટના પણ બની હતી અને તેમાં પોલીસ અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
જાેકે આ બંને ઘટનાઓમાં કોઈ નુકસાન થયુ નથી.બીજી તરફ હાઈકોર્ટમાંથી નીકળીને ઈમરાન ખાનને ઈસ્લામાબાદના રૂટ પર મુસાફરી કરવા માટે સુરક્ષાના કારણને આગળ ધરીને મંજૂરી આપવામાં આવી નહોતી.