મોરબીમાં યુવતીને બ્લેકમેલ કરી લગ્ન માટે દબાણ કરનાર વિધર્મી યુવક ઝડપાયો

Machhu news morbi
હળવદના રહેવાસી વિધર્મી યુવકે હિંદુ યુવતીનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરી યુવતીને મોરબી મળવા માટે બોલાવી હતી જ્યાં ફોટો પાડી યુવતીને બ્લેકમેલ કરી લગ્ન માટે ધમકી આપી અશ્લીલ માંગણી કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને દબોચી લીધો છે.
માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકની રહેવાસી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી એઝાજ અલાઉદીન હિંગળોજા રહે નવા દેવળિયા તા. હળવદ વાળાએ આજથી આઠેક મહિના પહેલા યુવતીનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને યુવતીને વિશ્વાસમાં લઈને મોરબીના કામધેનું પાર્ટી પ્લોટમાં બોલાવી હતી જેથી યુવતી કામધેનું પાર્ટી પ્લોટમાં ગઈ હતી તેમજ અન્ય અલગ અલગ સ્થળે લઇ જઈને સેલ્ફી ફોટો પાડી લીધા હતા અને બાદમાં યુવતીને બ્લેકમેલ કરી અવારનવાર મળવા બોલાવી શરીરે અડપલા કરી અશ્લીલ માંગણીઓ કરી લગ્ન કરવા દબાણ કર્યું હતું અને યુવતીએ લગ્ન કરવાની ના કહેતા ફોન કરી યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
જે બનાવ મામલે પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપી એઝાજ અલાઉદિન હિંગળોજા રહે નવા દેવળિયા તા. હળવદ વાળાને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !