ફેસબુકમાં હથિયાર સાથે ફોટા મુકશો તો કાર્યવાહી થશે.

Machhu news morbi
સોશિયલ મીડિયામાં થોડી ઘણી લાઇકસ મેળવવા માટે હથિયાર સાથે ફોટો પોસ્ટ કરવો યુવક અને તેના ભાઈને ભારે પડ્યો હતો. જેમાં એસ.ઓ.જી. ટીમે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

માળીયા ખાતે રહેતા જુનેદ શકુરભાઈ જેડા નામના યુવકે તેના ફેસબુક આઇડી પર હથિયારનો પરવાનો કે લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયાર સાથે ફોટો અપલોડ કર્યો હતો. જેને પગલે એસ.ઓ.જી.ટીમે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા હથિયાર તેના ફઈના દીકરા અવેશ કાદરભાઈ ભટ્ટી હોવાનું તેમજ તેમની પાસે આ હથિયારનું લાયસન્સ છે છતાં તેમણે પણ લાયસન્સ ધારકની શરતનો ભંગ કરીને આ પ્રકારે હથિયાર આપ્યું હોવાથી એસઓજી ટીમે બંને સામે માળિયા પોલીસમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !