મચ્છુ ન્યૂઝ મૉરબી અખબાર
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અંદાજે 80.15 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ, પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ સહિતના રૂપિયા શિક્ષક જ પચાવી ગયાનું સામે આવ્યું છે.
જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અંદાજે 80.15 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ, પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ સહિતના રૂપિયા શિક્ષક જ પચાવી ગયાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલો ગાંધીનગર કમિશનર પ્રાથમિક શિક્ષણ વિભાગ સુધી પહોંચતા કમિશનરે ફોજદારી ફરિયાદ નોંધાવવા આદેશ આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે જવાબદાર અધિકારીઓએ હજુ સ્થાનિક કક્ષાએ તપાસ ચાલુ હોવાના નિવેદનો આપ્યા છે.
ગાંધીનગરથી તપાસના આદેશ આપ્યાં
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વર્ષ 2017થી 2021 દરમિયાન શિક્ષણ શાખામાં બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવતા અંતે પાપનો ઘડો ફૂટ્યો હતો અને ઓડિટમાં સમગ્ર કાળી કરતૂતો ખુલ્લી પડી હતી. ત્યારે એક શિક્ષક, એક સીઆરસી, શિક્ષકના પત્ની અને ત્રણ ડમી વ્યક્તિ સામે સમગ્ર મામલે આરોપો લગાવવામાં આવ્યા છે અને તમામ શકમંદો વિરુદ્ધ ગાંધીનગરથી તપાસના આદેશ પણ આપવામા આવ્યાં છે.