મોરબી તાલુકાના એક હજાર શિક્ષકોના પગાર અટક્યા ઇન્ચાર્જ અધિકારી કહે છે કે થઇ જશે.

Machhu news morbi
જિલ્લામાંથી પહેલી તારીખે પગાર જમા થઈ જવા છતાં આજે 9 તારીખ સુધી શિક્ષકો પગારથી વંચિત

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને કોઈ ન કોઈ કારણોસર પગારમાં ધાંધિયા થયા છે ત્યારે ચાલુ માસે આજે નવમી તારીખ વીતવા છતાં મોરબી તાલુકાના 1000 જેટલા શિક્ષકોનો પગાર ન થતા વેકેશનમાં ફરવા ગયેલા કે રજા માં વતનમાં ગયેલા શિક્ષકોની હાલત ખરાબ થઈ જવા પામી છે, બીજી તરફ મોરબી તાલુકાના ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ દ્વારા આજ સાંજ સુધીમાં પગાર જમા થઇ જવાની હૈયાધારણા આપી છે.

મોરબી જિલ્લામાં દર મહિને શિક્ષકોને કોઈને કોઈ સમસ્યાઓના કારણે પગાર માટે ખૂબ રાહ જોવી પડતી હોય છે,ગત મહિને જિલ્લાના એકાઉટન્ટ રજા પર હોય પગાર છેક વીસ તારીખે જમા થયો હતો, આ મહિને મોરબી તાલુકાના એકાઉટન્ટ રજા પર હોય મોરબી તાલુકાનો ચાર્જ વાંકાનેરના તાલુકા એકાઉટન્ટ ઓફિસરને આપેલ છે પરંતુ વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારના કારણે ઈન્ચાર્જ એકાઉન્ટ ઓફિસર પગાર બિલ મંજુર કરવામાં વાર લગાડી રહ્યા હોવાનો શિક્ષકો આરોપ લગાવી રહ્યા છે. જો કે, ઇન્ચાર્જ મોરબી તાલુકા એકાઉન્ટન્ટ આશિષભાઇ મકવાણાએ આજે સાંજ સુધીમાં પગાર કરી દેવામાં આવનાર હોવાનું મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

વધુમા મોરબી જિલ્લામાં શિક્ષકોને દર મહિને પગાર મોડો થાય છે,આ વખતે મોરબી તાલુકાના એકાઉન્ટન્ટ રજા પર જતાં ચાર્જ વાંકાનેર તાલુકાના એકાઉન્ટન્ટને આપેલ છે તાલુકા પંચાયતના સૂત્રો જણાવે છે કે,ઈન્ચાર્જ એકાઉન્ટ ઓફિસર વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલા ભ્રષ્ટાચાર માટેની તપાસ કમિટીના સભ્ય હોય દૂધના દાઝેલા છાસ પણ ફૂંકીને પીએ એમ મોરબી તાલુકાના પગાર બિલો તમામ આચાર્યો દ્વારા સરકારના SAS પોર્ટલના માધ્યમથી બનાવેલ છે,બિલો બિલકુલ વ્યવસ્થિત નિયમ મુજબ અને પારદર્શક છે.છતાં ઈન્ચાર્જ એકાઉટન્ટ ઓફિસર પગાર બિલ મંજુર કરવામાં ખુબજ ચિકાશ કરતા હોય સમયસર પગાર બિલ ચેક ન થતાં એક હજાર જેટલા શિક્ષકોને પગાર માટે હજુ સુધી ન થતા પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું શિક્ષકો રોષ સાથે જણાવી રહ્યા છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !