મોરબી : ઈ મેમો ભરવાનો બાકી છે તો જલ્દી ભરી દેજો નહીતર ફોજદારી કાર્યવાહી થશે.

Machhu news morbi
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવા હેતુથી મોરબી શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરા મારફત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે મોરબી જીલ્લા ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઈશ્યુ થયેલ ઈ ચલણો પૈકી જે વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભરપાઈ કરેલ નથી તેવા વાહનચાલકો વિરુદ્ધ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબી દ્વારા કોર્ટ નોટીસ કાઢી મોકલી આપવામાં આવી છે.
ઈ ચલણોના આવા કુલ ૧૯૩૦ કેસ તા. ૧૩ મેંના રોજ યોજાનાર લોક અદાલતમાં મુકવામાં આવેલ છે જે સંદર્ભે જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ મોરબી દ્વારા નોટિસોની બજવણી કરવામાં આવી છે લોક અદાલત બાદ જે કોઈ મેમો ભરશે નહી તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે જેથી ઈ-ચલણ ભરવાનું બાકી હોય તેઓએ તા. ૧૩ મેં પહેલા ટ્રાફિક શાખા રૂમ નં ૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો ઓરડી મેઈન રોડ મોરબી ૨ ખાતે તેમજ શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે ભરી જવા જણાવ્યું છે
ઓનલાઈન ઈ-ચલણ ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા https://echallanpayment.Gujarat.gov.in વેબસાઈટ પરથી ભરી શકો છો વધુ માહિતી માટે ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૨૬૨૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !