પ્રેમ આંધળો હોય છે: 24 વર્ષની કન્યાને 85 વર્ષના દાદા સાથે પ્રેમ થયો, કરી લીધા લગ્ન

Machhu news morbi
લગ્ન પ્રસંગોમાં છોકરો અને છોકરીની ઉંમરમાં થોડુઘણું અંતર તો ચાલી જાય છે. જો કે, આ અંતર હવે 10-15 વર્ષનું થઈ જાય છે, તમને એવા કપલ પણ જોવા મળે છે. જો કે, તે જોવામાં થોડા અજીબ લાગે. પણ આજે અમે આપને એક જોડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં છોકરીએ પોતાના દાદાની ઉંમરના શખ્સ સાથે લગ્ન કરી લીધા. તેની ખુદની ઉંમર 24 વર્ષ છે. અને તેના પતિની ઉંમર 85 વર્ષ છે.

સાંભળીને થોડુ અજીબ જરુરથી લાગશે, પણ અમેરિકાના મિસીસિપીની રહેવાસી મિરેકલ પોગે પોતાના પતિ તરીકે પોતાનાથી 61 વર્ષ મોટા શખ્સની પસંદગી કરી છે. વર્ષ 2019માં તેની મુલાકાત રિટાયર્ડ રિયલ એસ્ટેટ એજન્ટ અને 84 વર્ષના વૃદ્ધ ચાર્લ્સ સાથે થઈ હતી. વ્યવસાયે નર્સ મિરેકલની દોસ્તી તેની સાથે થઈ અને તે ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, ચાર્લ્સે ફેબ્રુઆરી 2020માં તેને પ્રપોઝ કરી દીધું. પરિવારમાં ખાસ કરીને મિરેકના પિતાને આ સંબંધ મંજૂરી નહોતો, તેમ છતાં પણ દીકરીની ખુશી માટે તેઓ માની ગયા.

મિરેકલના પરિવારે તેમના દાદાની ઉંમરના પતિ ચાર્લ્સથી થોડી નાની છે. જો કે, તેની મમ્મી અને દાદા આ તમામ લોકો સંબંધ માટે રાજી થઈ ગયા. પણ પિતાને ઉંમરને લઈને થોડો વાંધો હતો. બાદમાં દીકરીની જીદ આગળ તેઓ પણ ઝુકી ગયા. મિરેકલ કહે છે કે, તેમના સંબંધમાં ઉંમર આડે આવતી નથી. તે ચાર્લ્સની એક્ટિવ લાઈફસ્ટાઈલને જાણે છે અને તેને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે, તે 55 નો છે કે 100નો. હાલમાં આ યુગલ પરિવાર આગળ વધારવા પર વિચારી રહ્યું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !