હળાહળ કળિયુગ માં ખેતીની જમીન નામે કરાવી દેવાનું કહી પુત્ર, પૌત્રોએ વૃદ્ધને ફટકાર્યા.

Machhu news morbi

વાંકાનેર તાલુકાના અમરસર ગામે બનેલ બનાવ અંગે વૃદ્ધ પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે હળાહળ કળિયુગી પુત્રો અને પૌત્રએ મળી ખેતીની જમીન નામે કરી દેવા અને લોન આપવાના નામે વૃદ્ધ પિતાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકનેર તાલુકાના અમરસર ગામે રહેતા એન ખેતીકામ કરતા શેરમામદભાઈ સુલેમાનભાઈ બ્લોચે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યુ હતું કે આરોપી મીરમામદભાઈ શેરમામદભાઈ બ્લોચ નજુરમામદ શેરમામદ બ્લોચ, સલમાન મીરમામદ બ્લોચ અને અંજુમબેન નજુરમામદ બ્લોચે પોતાની ખેતીની જમીન તેમના એટલે કે આરોપીઓના નામે કરી દેવા જણાવી આ જમીન ઉપર લોન લેવડાવી દેવાનું કહેતા વૃદ્ધ શેરમામદભાઈએ ના પાડતા ચારેય આરોપીઓએ એક સંપ કરી મરચાની ભૂકી આંખમાં નાખી લોખંડના પાઇપ અને સેન્ટ્રીગના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આરોપીઓ માથાભારે હોય શેરમામદભાઈએ ડરના કારણે મોડી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું. હાલમાં વાંકાનેર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !