દય રોગે વધુ એક યુવક ભોગ લીધો.ચાલુ કારે હાર્ટ એટેક આવતા યુવકનું મોત.

Unknown
ભાગદોડ ભરી જીવનશૈલી યુવાનોમાં હાર્ટ, એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, યુવાનો ક્રિકેટ રમતા, રાસ ગરબે રમતા હાર્ટ, એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં વાંકાનેરથી ઇકો કારમાં મોરબી આવી રહેલા યુવાનને ચાલુ કારે હદય હુમલો આવતા તેનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવવાની જાર પોલીસ અને હોસ્પિટલને સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા નરપતભાઈ કેશુભાઈ ઉભડિયા ઉ.30 નામના યુવાન ગઈકાલે વાંકાનેરથી ઇકો કારમાં બેસી મોરબી આવી રહ્યા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક નરપતભાઈને અચાનક હાર્ટ એટેક આવી જતા ઇકો કારના ચાલક રાહુલભાઈ અઘારા તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા હતા જો કે, સારવાર પૂર્વે જ નરપતભાઈનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી
 છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !