વાંકાનેરના રાતીદેવળી ગામે મહિલાની છેડતી કરી લગ્ન માટે દબાણ કરનાર ચારેય આરોપીની ધરપકડ...

Machhu news morbi
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક મહિલાને બે મહિલા સહિત ચાર આરોપીઓ દ્વારા છેડતી કરી મહિલાને લગ્ન કરવા માટે દબાણ કરી હેરાન પરેશાન કરતા હોય જેથી આ બનાવમાં પિડીત મહિલાએ ચાર આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેથી આ બનાવમાં મહિલાઓ સાથે થયેલા ગુનામાં વાંકાનેર સીટી પીઆઇ કે. એમ. છાસીયા તથા પોલીસ ટીમ પ્રયત્નશીલ હોય દરમિયાન આ બનાવમાં મહિલાની છેડતી કરી લગ્ન માટે દબાણ કરનાર આરોપી ૧) હાર્દીકભાઈ ઉર્ફે હર્ષદ રવજીભાઈ મુછડીયા (ઉ.વ.૨૨, ૨હે. મોરબી), ૨) રવજીભાઈ દાનાભાઈ મુછડીયા (ઉ.વ. ૫૦, રહે.મોરબી), ૩) દેવુબેન ઉર્ફે દેવીકાબેન રવજીભાઈ મુછડીયા (ઉ.વ.૪૮, રહે.મોરબી) અને ૪) અનુબેન ઉર્ફે અનીતાબેન ડો/ઓ રવજીભાઈ મુછડીયા (ઉ.વ. ૩૦, રહે.મોરબી)ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !