સાણંદમાં બંધ ઘરમાંથી 3.84 લાખની માલ માતાની ચોરાઈ સાણંદના નળ સરોવર રોડ કરણનગરમાં પરિવાર પ્રસંગમાં ગયો અને ધોળા દિવસે ચોરે મકાનમાંથી રોકડ અને દાગીનાની3.84 લાખની ચોરી કરી..

Machhu news morbi
સાણંદમાં બંધ ઘરમાંથી 3.84 લાખની માલ માતાની ચોરાઈ સાણંદના નળ  સરોવર રોડ કરણનગરમાં પરિવાર પ્રસંગમાં ગયો અને ધોળા દિવસે ચોરે મકાનમાંથી રોકડ અને દાગીનાની3.84 લાખની ચોરી કરી  ફરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારો કરવાની ખાસ જરૂરીયાત છે સાણંદના કરણનગર સોસાયટી રહેતા નટુભાઈ કાળીદાસ ભાઈ મકવાણા તેઓના પત્ની બંને જણા કુટુંબમાં પ્રસંગમાં હોવાથી ગામડે જવા ઘરને લોક સવારના કરી સવારના 11 વાગે ગયા હતા  અને બપોરના ચાર વાગ્યા આસપાસ ઘરે આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનુ લોક તુટેલ  હાલતમાં હતું. જેથી  તેઓએ ઘરમાં તપાસ  કરતા બેડરૂમમાં  રાખેલ તિજોરી તોડી તેમાંથી સોના-ચાદીના આશરે 12 નંગ દાગીના,રોકડ મળી કુલ કિં.રૂ.3.84લાખની  મતાની ચોરી કરી ચોર  ઈસમો ફરાર થયા હોવાની જાણ થતા બનાવ અંગે નટુભાઈએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ઘટનાની ગંભીરતાને લઈને સાણંદ  ડિવિઝનના ડી.વાય.એસ.પી.બી.કે વ્યાસ અને સાણંદ પોલીસ  સ્ટેશનના ઇ.પી.આઈ જે.આર  ઝાલા સહિત  પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટીમો બનવી તપાસ હાથ ધરી છે . એ  વન રિપોર્ટર   પઠાણ  મુજાઈદ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !