મોરબી જિલ્લામાં ફરી કોરોના ની એન્ટ્રી. એકજ દિવસ એક સાથે ૧૭ કેસ પોઝીટીવ

Unknown
તા....૨૨-૦૩-૨૦૨૩. 

 મોરબી જિલ્લામાં ફરી કોરોના ની એન્ટ્રી. એકજ દિવસ એક સાથે ૧૭ કેસ પોઝીટીવ 

 મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 90 જેટલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી 17 જેટલા દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 

 સૌથી વધુ મોરબી ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા, મોરબી શહેરમાં 2, માળિયા ગ્રામ્યમાં 3 અને હળવદ ગ્રામ્યમાં 1 કેસ.

 ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આજે નવા કેસોનો આંકડો સીધો ડબલ ડિજિટમાં પહોંચી ગયો છે જેને પગલે આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. 

 રીપોટર,,,, આશિફ ખોરમ (મોરબી)
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !