બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં સોરસગો નામે ઓળખાતી સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી મુકેશ રામજી મકવાણાની વાડીના શેઢે દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી 2000 લીટર ઠંડો આથો, 400 લીટર ગરમ આથો, 80 લીટર ગરમ અને 200 લીટર ઠંડો દેશી દર, ગેસના બાટલા નંગ 6 સહિત ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 23,980ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ રામજી મકવાણાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ બનાવમાં ગેરકાયદે ભઠ્ઠી ચલાવવામાં આરોપી મુકેશ ઉપરાંત મનીષ રામજી મકવાણા, જયેશ ટોટા અને ગણેશ મોહન મકવાણા નામના આરોપીના નામ ખુલતા પોલીસે ત્રણેયને ફરાર દર્શાવી ચાર આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.