હળવદમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક ઝડપાયો.

Machhu news morbi
હળવદ ; હળવદના કુંભારપરા ખાતે રામાપીરના મંદિર પાસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદના કુંભારપરા ખાતે રામાપીરના મંદિર નજીક રહેતા આરોપી મુકેશભાઈ ઉર્ફે બુટી રાણાભાઇ મુંધવા (ઉ.વ.૨૮)‌એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૨ કિં રૂ.૨૫,૫૪૦ ના મુદ્દામાલ હળવદ પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !