ભારે કરી વાંકાનેરના પ્રતાપગઢ ગામે વીજ ટ્રાન્સફોર્મર ચોરવા પ્રયાસ.

Machhu news morbi
વાંકાનેર : ભારે કરી વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે મોરબી અને વાંકાનેરના બે તસ્કરોએ સરપંચની વાડીમાં રહેલું 10 kvનું વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવા નિષ્ફળ પ્રયાસ કરતા વીજ કંપનીના કર્મચારીએ વાંકાનેર પોલીસ મથકમાં બન્ને તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં વાડી ધરાવતા સરપંચ અબુજીભાઈ વલીભાઈની વાડીમાંથી આરોપી હુસેન બચુભાઇ સુમરા રહે.જોન્સનગર મોરબી અને અલતાફશા ગુલાબશા શાહમદાર મૂળ રહે.વાલાસણ, હાલ લીલાપર રોડ, મોરબી વાળાએ થાંભલા ઉપરથી 60 હજારની કિંમતની 10 કિલોવોટનું ટ્રાન્સફોર્મર ઉતારી ચોરી કરવા નિષ્ફળ પ્રયાસ કરતા વીજ કંપનીના કર્મચારી હિતુલકુમાર હરજીવનભાઈ પટેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !