જંત્રીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ : 15 એપ્રિલથી જંત્રી અમલી કરવા મુખ્યમંત્રીનો નિર્ણય.

Machhu news morbi
આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં તા. 04 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિલ્ડર્સ એસો. દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !