માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમા મે-૨૦૧૫ થી ઓકટોબર-૨૦૨૨ સુધીના અલગ અલગ ગુન્હામા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજ રોજ માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારના જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબા વાળી જમીન જખરીયા પાટી ખાતે માળીયા કુલ ગુન્હા-૪૦ નો વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૫૦૮૪૭ કી.રૂપીયા ૧,૫૯,૭૮,૫૨૯/- ની કીમતનો વિદેશી દારૂનો નાશ કરાયો હતો.આ વેળાએ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ એચ.કે.આચાર્ય તથા નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા તથા નશાબંધી અને આબકારી વિભાગ સબ ઇન્સ્પેકટર વિજયસિંહ્ન ચૌહાણ તથા સી.પી.આઇ.થી મોરબી એન.એ.વસાવા તથા પો.સ.ઇન્સ એમ.પી.સોનારાની ઉપસ્થિતિ રહી હતી.

Machhu news morbi
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !