ગુજરાત નાં CM મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ફરિયાદ કે સૂચનો સીધા વોટ્સએપ કરી શકાશે.

Machhu news morbi

મુખ્યમંત્રી કાર્યાલયમાં ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ કાર્યરત કરાયું

નાગરિકો પોતાના સૂચનો સીધા જ મુખ્યમંત્રીને આ વોટ્સએપ બોટ દ્વારા નંબર 7030930344 પર મોકલી શકશે

મોરબીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસુખાકારી માટેની નવી ‘ટેક્નોલોજી આધારિત પહેલ’ ઇ-મોડ્યુલ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ડિજિટલ ગવર્નન્સના આપેલા નવતર અભિગમની પરિપાટીએ મુખ્યમંત્રીએ આગળ ધપાવી છે. મુખ્યમંત્રીએ અદ્યતન ટેક્નોલોજી આધારિત આ મોડ્યુલ્સ-વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, અર્બન ગ્રિવેન્સ રિડ્રેસલ મોનીટરીંગ સિસ્ટમ, સી.એમ.ઓ વોટ્સએપ બોટ મોડ્યુલનો શુભારંભ સુશાસન દિવસે કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ ઇ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ અને સ્માર્ટ-ગવર્નન્સ સાકાર કરવાની વધુ એક નવતર પહેલ આ મોડ્યુલના અમલ દ્વારા કરી છે. મુખ્યમંત્રીએ કાર્યરત કરાવેલા મોડ્યુલ ‘અર્બન ગ્રિવેન્સ રિડ્રેસલ મોનીટરીંગ સિસ્ટમ’ (UGRMS)ના માધ્યમથી રાજ્યની ૮ મહાનગરપાલિકાઓની વેબસાઇટ્સને સી.એમ ડેશબોર્ડ સાથે જોડી દેવામાં આવી છે. મહાનગરોના નાગરિકોની ઓનલાઇન કે ઓફલાઇન આવેલી ફરિયાદોનું સીધું જ મોનિટરીંગ હવે UGRMS વડે CM ડેશબોર્ડ પરથી થઇ શકશે.આ

ઉપરાંત મહાનગરોના પ્રત્યેક ઝોન-વોર્ડ અને વિસ્તારમાંથી આવેલી ફરિયાદોનું કેટલા સમયમાં નિવારણ થયું તેની રિયલ ટાઇમ સમીક્ષા પણ આ મોડ્યુલ મારફતે કરી શકાશે. એટલું જ નહિ, શહેરી જનસુવિધા વૃદ્ધિ માટેના અસરકારક આયોજન માટે પણ આ મોડ્યુલ ઉપયોગી બનશે. ગુજરાતની શહેરી જનતાને ઇઝ ઓફ લીવીંગની સાથે ગુડ ગવર્નન્સ ડીલીવર કરવાની નેમ સાથે આ મોડ્યુલ મુખ્યમંત્રીશ્રીએ કાર્યરત કરાવ્યું છે. મુખ્યમંત્રીએ કાર્યરત કરાવેલું અન્ય એક મોડ્યુલ વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS), મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાની રજુઆત અને ફરિયાદ લઇને આવતા સામાન્ય નાગરિકોની સુવિધા માટે વિકસાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતે સ્વયં અને સમગ્ર મંત્રીમંડળના મંત્રીઓને સપ્તાહના બે દિવસ સોમવાર, મંગળવારે પ્રજાજનો, નાગરિકો કોઇ પૂર્વનિર્ધારીત એપોઇન્ટમેન્ટ વિના પોતાની રજુઆતો માટે મળી શકે તેવો પ્રજાહિત અભિગમ વિકસાવ્યો છે. આના પરિણામે મોટાપાયે અરજદારો, રજુઆત કર્તાઓ પોતાની રજુઆતો લઇને મુખ્યમંત્રી કાર્યાલયમાં આવે છે. આવા અરજદારોની રજુઆતોનું કયા સ્તરે નિવારણ થઇ શકે, નાગરિકોને સરળતાએ વધુ માર્ગદર્શન મળી રહે તે માટે VMS-વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !