અંજારના વરસામેડી સીમમાં કટીંગ પૂર્વે જ ૧ર.૬૦ લાખનો દારૂ ઝડપાયો.

Machhu news morbi

કન્ટેઈનરમાં આવેલી ૩પ૦૦ બોટલ ઉતારી ત્યારે જ થઈ રેડ : પાંચ આરોપીઓ સામે નોંધાયો ગુનો

અંજાર : તાલુકાના વરસામેડી ગામે દારૂનું કટીંગ થાય તે પહેલાં જ એલસીબીએ દરોડો પાડી ૧ર.૬૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં પાંચ આરોપીઓ સામે ફરિયાદ થઈ છે.એલસીબીના પીઆઈ એમ.એમ. જાડેજાએ જણાવ્યું કે, વેલ્સપન કંપનીથી ખારાપસવારીયા જતા રોડ પર તથા જીઆઈડીસી અંજાર જતા કાચા રસ્તે વરસામેડી સીમમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સ્થળ પરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭પ૦ એમએલની ૩પ૦૦ બોટલો કિંમત રૂા.૧ર.૬૦ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ ૭ લાખની બલેનો કાર નં.જીજે૧ર-એફસી-૧૪૮૮ વાળી પણ મળી આવતા કબજે કરાઈ હતી.આરોપીઓ અજાપરના બાબુ વીશા રબારી, દેવજી રવજી રબારી, ભીમાસરના હરેશ રૂપા રબારી સ્થળ પર ઝડપાઈ ગયા હતા, જ્યારે દારૂ મોકલનાર બાડમેરના લક્ષ્મણસિંહ અને લઈ આવનાર કન્ટેઈનરના વાહનના ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આરોપીઓ કન્ટેઈનરમાં દારૂ લઈ આવ્યા હતા અને સીમમાં દારૂની પેટીઓ ઉતારી હતી. જે બાદ કન્ટેઈનર વાહન રવાના થઈ ગયું અને સ્થળ પર કટીંગની ગોઠવણ થતી હતી ત્યાં એલસીબીએ કાર્યવાહી કરતા દારૂ ઝડપાઈ ગયો હતો. આગળની તપાસ એલસીબીના પીએસઆઈ વી.આર.પટેલે હાથ ધરી છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !