રાજકોટ કુવાડવા રોડ પર કારે બાઈકને ઠોકર મારતા 1 યુવકનું મોત ૧ ગંભીર .

Machhu news morbi
રાજકોટ: નવાગામમાં રહેતો 18 વર્ષનો યુવક અને તેનો સગીરવયનો પિતરાઈ બપોરે બાઇકમાં આંટો મારવા ગયા હતા અને પરત ફરતા હતા ત્યારે કુવાડવા રોડ પર ધસી આવેલી કારે બાઇકને ઉલાળ્યું હતું , અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતરાઇને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતની વધું વિગત અનુસાર,નવાગામમાં શેરી નં.4 રહેતો ગોપાલ પ્રવીણભાઈ વાટિયા(ઉ.વ.18) અને પાડોશમાં જ રહેતો તેનો પિતરાઇ ઉદય રાજેશભાઈ વાટિયા (ઉ.વ.17) ગતરોજ બપોરે બાઇકમાં આંટો મારવા નીકળ્યા હતાં.આંટો મારી પરત ફરતાં હતાં ત્યારે અને બાઇક ગોપાલ ચલાવતા હતો ત્યારે કુવાડવા રોડ પર આવેલ પટેલ વિહાર પાસે પાછળથી આવેલ અજાણ્યાં કારચાલકે હડફેટે લેતાં બાઈકસાવર બંને યુવકો રોડ પર ફંગોળાયા હતાં, અને કારચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. ઘટનાને પગલે એકઠાં થયેલ લોકોએ બંનેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ગોપાલ વોટીયાનું મોત નીપજ્યું હતા.જ્યારે ઇજાગ્રસ્ત ઉદયની હાલત પણ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. પોલીસે વધુમાં જણાવ્યું હતુ કે, મૃતક ગોપાલ બે ભાઈમાં મોટો હતો અને મજૂરી કામ કરતો તેમજ તેના પિતા ફાયરબ્રિગેડમાં કામ કરે છે.બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ આદરી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !