મોરબી : ના પરશુરામધામ ખાતે જીલ્લાના ત્રણેય ધારાસભ્યોનું સન્માન, કાન્તિલાલની સાકરતુલા કરવામાં આવી.

Machhu news morbi

મૉરબી: નાં પરશુરામ ધામ મોરબી ખાતે મોરબી જીલ્લાના ચૂંટાયેલા ત્રણેય ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય

કાન્તીભાઈ અમૃતિયાની સાકરતુલા કરવામાં આવી હતી

પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા મોરબી જિલ્લાના ધારાસભ્યોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના સન્માન કરવામાં આવ્યા હતા જે પ્રસંગે મોરબી જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા, જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની, મોમ્બાસાથી પધારેલા સુરેશભાઈભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, ડો. અનિલભાઈ મેહતા, હસુભાઈ પંડ્યા, ભરતભાઈ ઓઝા, નિરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, દીપભાઈ પંડ્યા, ધ્યાનેશ રાવલ, મુકુંદરાય જોશી, હાર્દિકભાઈ વ્યાસ, હરેશભાઈ પંડયા, સુરેશભાઈ જોશી, ઉપરાંત મોરબી, માળીયા, વાંકાનેર તેમજ ટંકારા, હળવદ બ્રહ્મસમાજ ભૂદેવો ઉત્સાહપૂર્વક રીતે આ સન્માનમાં જોડાયા હતા. આ કાર્યક્રમનુ સફળ સંચાલન રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !