*વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દેગામા દ્વારા દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી*
વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દેગામા દ્વારા પ્રકાશના પર્વ દિવાળી તથા નૂતન વર્ષની પાવન અવસરે સૌ નાગરિકો, કાર્યકરો અને શુભેચ્છકોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
તેમણે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, દિવાળીના પવિત્ર દીવડાઓ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ પાથરે તેમજ આવનારું નવું વર્ષ સૌના જીવનમાં નવી આશાઓ, નવી સિદ્ધિઓ અને સફળતાનાં નવાં શિખરો સર કરાવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
વધુમાં તેમણે સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સ્નેહ જળવાઈ રહે તથા સૌના પરિવારો પર માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી ગણેશજીની કૃપા સદાય વરસતી રહે તેવી મંગલકામનાઓ વ્યક્ત કરી હતી.
શુભેચ્છક:
શ્રી ભરતભાઈ દેગામા
પ્રમુખશ્રી, વાંકાનેર તાલુકા ભાજપ
