* મોરબી એ-ડિવિઝનના છત્રપાલભાઈ એમ. ગઢવીને હેડ કોન્સ્ટેબલ તરીકે ખાતાકીય પ્રમોશન મળ્યું*
મોરબી એ-ડિવિઝન પોલીસ મથક ખાતે ફરજ બજાવતા છત્રપાલભાઈ એમ. ગઢવીને ખાતાકીય પ્રમોશન મળતાં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે મોરબી ચારણ સમાજના અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવી, CGIF અધ્યક્ષ કુલદીપદાન ગઢવી સહિત સમાજના આગેવાનો અને સમસ્ત ચારણ સમાજ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપવામાં આવ્યા હતા. *મચ્છુ ન્યૂઝ મૉરબી* પત્રકાર પરિવાર તરફથી પણ છત્રપાલભાઈને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ.

