*ભારતીય વિચાર મંચ દ્વારા 'યુવા મંચ ' કાર્યક્રમનું આયોજન*
સંસ્કાર બ્લડ બેંકના હોલ, GIDC મોરબી ખાતે તારીખ:16-08-2026ના રવિવારે રાત્રે 9-00 વાગ્યે એક અનોખો કાર્યક્રમ યોજાશે. જેમાં મોરબીના પસંદ કરેલાં અને નિવડેલા સફળ યુવા વક્તાઓ વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે. આ યુવાનોને સાંભળીને પ્રોત્સાહન આપવા મોરબી જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમમાં પધારવા સ્નેહસભર આમંત્રણ છે. આ મુજબ ભારતીય વિચાર મંચ મોરબીના અધ્યક્ષ દિલીપભાઈ સુરાણી અને મંત્રી પાર્થભાઈ શેરસિયાની યાદીમાં જણાવાયું છે. નીચેની યાદી મુજબના વક્તાઓ પોતાની વકતૃત્વકલા રજૂ કરશે.
1) વિસ્મય ત્રિવેદી
2) વિધિ પંડ્યા
3) રાહુલ જીંજુવાડિયા
4)દિશા ધામેચા
5) બંસી મિરાણી
6) ભવ્ય બોપલિયા
7) મુગ્ધરાજસિંહ ઝાલા
8) અંશ ચાવડા
9) જીજ્ઞેશ બારૈયા
10) દિશા સુરાણી
11) અવની વાઢેર
12) કાવ્યન કાલરિયા
