ટંકારાના મીતાણા ડેમ પાસે જાહેરમાં જુગાર રમતા 06 ઈસમો ઝડપાયાં
ટંકારા તાલુકાના મિતાણા ડેમ પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂપીયા- ૬૫,૧૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મિતાણા-વાલાસણ રોડ ડેમની બાજુમાં આવેલ નદી કાંઠે બાવળની ઝાડીમાં જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી (૧) વિપુલભાઇ પુનાભાઇ બાંભવા ઉ.વ. ૩૨ રહે. મિતાણા જુના ઝાપા પાસે તા.ટંકારા જી.મોરબી (૨) બાબુભાઇ રાણાભાઇ સોઢીયા ઉ.વ. ૬૫ રહે. મિતાણા રામજી મંદીર પાસે તા.ટંકારા જી.મોરબી (૩) કિશોરભાઇ બાબુભાઇ દેણપીયા ઉ.વ. ૬૪ રહે. રાજકોટ માધાપર અમી એકઝોટીકા સોસાયટી એ.ડી.બી. હોટલ પાછળ તા.જી.રાજકોટ મુળ ગામ મિતાણા તા.ટંકારા જી.મોરબી (૪) સામતભાઈ પાલાભાઈ બાળા ઉ.વ. ૩૦ રહે. મિતાણા રામજી મંદીર પાસે તા.ટંકારા જી.મોરબી (૫) રોહીતભાઇ વાસુરભાઇ બસીયા ઉ.વ. ૩૮ રહે. મિતાણા મસ્જીદની બાજુમાં તા.ટંકારા જી.મોરબી (૬) સાજીદભાઇ આમદભાઇ ઠેબા ઉ.વ. ૩૯ રહે. મિતાણા ચામુંડા હોટલ પાછળ તા.ટંકારા જી.મોરબી વાળાઓને રોકડ રૂ.૬૫,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે
