ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આજે મોરબી જિલ્લાની શાળાઓ અને કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર

Machhu news morbi

 ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આજે મોરબી જિલ્લાની શાળાઓ અને કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર


મોરબી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાવચેતીના પગલારૂપે આજે તા.૦૧/૦૮/૨૦૨૬ ના રોજ મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, આઇ.ટી.આઇ. તેમજ તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો અને વિદ્યાર્થીઓને રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાલીઓ અને નાગરિકોને હવામાન વિભાગની આગાહી ધ્યાને રાખી જરૂરી સાવચેતી રાખવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યાં છે.




Our website uses cookies to enhance your experience. Learn More
Accept !