*વાંકાનેરના વઘાસિયા ટોલનાકે ફરી બબાલ : ટોલ માંગતા કર્મચારીઓને ધમકી આપતા છ સામે ફરિયાદ*
વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર અવારનવાર બનતી આવી ધટના તેં વધાસિયા ટૉલનાકુ વિવાદ માં હૉય છે. કૉલ પ્લાઝ પર કર્મચારીઓ સીસીટીવી કેમેરા સામે છે છતાં સુરક્ષિત નથી તેવું દેખાઈ રહ્યું છે આ ઘટના પહેલી વાર નથી આ ટોલનાકા પર અનેકવાર આવી ઘટનાઓ બની રહી છે.
દાદાગીરીની ઘટનાઓમાં વધુ એક હિંસક બનાવનો ઉમેરો થયો છે. જેમાં ગત રાત્રિના સમયે બે કારમાં આવેલા છ શખ્સોએ ટોલ આપવાનો ઇનકાર કરી.કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને મુઢ ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના વઘાસીયા ટોલ પ્લાઝાના મેનેજર મુકેશકુમાર યાદવે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી જયરાજસિંહ ઝાલા તથા હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા (રહે.વધાસીયા) તથા ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રીના વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે આરોપી જયરાજસિંહ ઝાલા તથા તેની સાથે બે અજાણ્યો માણસો ક્રેટા કાર નં. GJ 36 AJ 2312 માં આવી ટોલ કર્મચારીને તેની ગાડી ઉભી નહી રાખવા જણાવી બોલાચાલી કરી.
બાદમાં હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા તથા બે અજાણ્યા માણસો સ્કોરપીયો કાર નં. GJ 08 BH 0007 લઇ ટોલબુથ પર આવી ટોલબુથના કર્મચારીને અમારી ગાડી ટોલબુથ પર નહીં ઉભી રાખવા જણાવી ટોલબુથના કર્મચારી સાથે બોલાચાલી કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે મુઢ ઇજા પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
