મોરબીના દરબારગઢ પાસેના ખોડીયાર મંદિરમાં નવચંડી યજ્ઞ તથા મહાઉત્સવનું ભવ્ય આયોજન

Machhu news morbi

 મોરબીના દરબારગઢ પાસેના ખોડીયાર મંદિરમાં નવચંડી યજ્ઞ તથા મહાઉત્સવનું ભવ્ય આયોજન

આપ સૌને સહર્ષ ખુશાલી અને આનંદ સાથે જણાવવાનું કે દરબારગઢ ખાતેના શ્રી ખોડીયાર મંદિરને ૪૦ વર્ષ પૂર્ણ થતા માં ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા નવચંડી યજ્ઞ તથા મહાઉત્સવનું આયોજન સં.જેઠ સુદ-પ તા.૧૯-૦૬-૨૦૨૬ ને શુક્રવાર ના રોજ કરેલ છે. કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ રહેશે. જે મોહિતભાઈ (કાર્તિક)રાવલની યાદીમાં જણાવેલ છે.

નવચંડી યજ્ઞનો સમય સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધીનો રહેશે. બીડુ હોમવાનો સમય સાંજે ૪-૩૦ વાગ્યાનો રહેશે.

મહા આરતી સમય સાંજે ૭-૦૦ વાગ્યા પછીનો રહેશે.

મહાપ્રસાદ સમય સાંજે ૮-૦૦ વાગ્યા પછીનો રહેશે.

આયોજન સ્થળ : માં ખોડીયાર મંદિર દરબારગઢ ચોક,મોરબી રહેશે.

મા ખોડીયાર ભક્તોના સહુ દુઃખ દૂર કરનાર અને સર્વ મનોકામના પૂર્ણ કરનાર દેવી છે આ કળયુગમાં પણ મા ખોડીયાર ના પરચા અને ભક્તોની મદદના અસંખ્ય પ્રમાણ ઉપલબ્ધ છે માટેલ ધરાવાળા મા ખોડીયાર મોરબીમાં દરબારગઢ ની સામે બિરાજીને સર્વ ભક્તોની આધી વ્યાધિ ઉપાધિ હરી અને સર્વ ભક્તોને સકલ મનોરથ પૂરા કરનારા જાગતા જોગમાયા સમાન અને ભક્તોના વહાલા છે મા ખોડીયાર નો મહિમા અપરંપાર છે તેમજ તેમના પ્રગટ પરચાઓ અને ભક્તોના દુઃખ અને દરિદ્ર દૂર કરવાની અને ભક્તોને તમામ સંકટ હરવાની ખૂબ જ ઉત્તમ અને જીવનના તમામ પાસાઓમાં મા ની દિવ્યતાનો અને મદદનો અનુભવ થયેલ છે એવા ગણિત કિસ્સાઓ છે.માં ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્રારા આ નવચંડી યજ્ઞ તથા મહાઉત્સવમાં પધારવા દર્શન કરવા તેમજ સંપૂર્ણ આયોજનના સાક્ષી બનવા માટે આપ સૌને હદય પૂર્વક પધારવા ભાવભર્યુ જાહેર આમંત્રણ મોરબીની તમામ જનતા ને પાઠવીએ છીએ.



Our website uses cookies to enhance your experience. Learn More
Accept !