વાંકાનેરમાં વ્યાજખોરોએ પડાવી લીધેલ સોનાના દાગીના-બાઈક સહીત ૧૦.૪૯ લાખનો મુદામાલ રીકવર

Machhu news morbi

 વાંકાનેરમાં વ્યાજખોરોએ પડાવી લીધેલ સોનાના દાગીના-બાઈક સહીત 10.59 લાખનો મુદામાલ રીકવર

ડીવાયએસપીની હાજરીમાં ભોગ બનનારને વાહન-દાગીના પરત સોપવામાં આવ્યા.


વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં વ્યાજખોરોએ બાઈક-કાર, સોનાના દાગીના સહીતનો મુદામાલ પડાવી લીધો હતો પોલીસે આરોપીઓને ઝડપી લઈને વ્યાજખોરો પાસેથી બાઈક-કાર અને સોનાના દાગીના સહીત કુલ રૂ ૧૦.૪૯ લાખનો મુદામાલ રીકવર કરી અરજદારને પરત સોપ્યો હતો

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા પ્રવીણભાઈ હરખાભાઇ ઉકેડીયાએ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી તેમજ ભનુભાઈ, લાલજીભાઈ કુણપરા, સવશીભાઈ કુણપરાના નિવેદનને આધારે ત્રણ આરોપીને અટક કરવામાં આવ્યા હતા આરોપી બીજલ ઉર્ફે ભોજા બેચર ગીગોરા રહે લાકડધાર તા. વાંકાનેર વાળાએ વ્યાજપેટે મોટરસાયકલ જીજે ૩૬ બીસી ૦૭૮૩ કીમત રૂ ૩૦ હજાર અને સહ આરોપી મગનભાઈ ક્કાસણીયાએ સ્વીફ્ટ કાર જીજે ૩૬ એજે ૬૦૯૬ કીમત રૂ ૩ લાખ તેમજ સોનાના દાગીના ૮૯.૯૩ ગ્રામ કીમત રૂ ૭,૧૯,૪૪૦ વ્યાજ પેટે પડાવી લીધા હતા પોલીસે તમામ મુદામાલ રીકવર કર્યો હતો અને ડીવાયએસપી એસ એચ સારડા દ્વારા ફરિયાદી અને સાહેદોને ૧૦,૪૯ લાખનો મુદામાલ પરત આપી પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિને સાર્થક કરી હતી



Our website uses cookies to enhance your experience. Learn More
Accept !