અમદાવાદ: રાજકોટ રેસકોર્સ મેદાનમાં જૂન તારીખ 5 થી 7 સુધી સનાતન હનુમંત કથામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર નો ભારત જન વિજ્ઞાન જાથા સખ્ત શબ્દોમાં વખોડી નિંદા કરે છે.
રાજ્યમાં ત્રણ દિવસ ગામડે ગામડે દિવ્ય દરબારનો વિરોધ કરી સૂત્રોચાર કરવા અપીલ કરવામાં આવે છે. જાથા એ વિરોધ કાર્યક્રમનો અમલ કરી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા એ મિટિંગમાં જણાવ્યું કે સનાતન હનુમંત કથાનો કદાપી વિરોધ નથી.દિવ્ય દરબારમાં મેડિકલ લાઇસન્સ વગર કેન્સર અસાધ્ય રોગ,માનસિક બીમારી નો રોગ, અન્ય રોગ મટાડવાનો દાવો બેબુનિયાદ સાથે બોગસ છે.
પરચી કાઢવી, દિવ્ય શક્તિથી જાણી નામ વાળા વ્યક્તિને બોલાવવા વગેરે તૂત છે. વિજ્ઞાન ટેકનોલોજી ની મદદથી ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવે છે. પોતાના માણસોને ગોઠવી લોભ પ્રલોભન ના ભાગરૂપે કરવામાં આવે છે. નિર્દોષ ભોળી,શ્રદ્ધાળુ લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પરચી ધોખેબાજી થી શિવાય કશું જ નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દેશમાં આકસ્મિક હાદસા, હોનારત, વિમાન અકસ્માત વિગેરે એક પણ બાબતે દિવ્ય શક્તિ નો ઉપયોગ કર્યો નથી કે સાવધાની રાખવાનું બોલ્યા નથી. આગોતરી જાણકારી આપી નથી. તેનો મતલબ બાબા ઢોંગી છે. પોતાની પ્રસિધ્ધિ અને રાજકીય ઈશારે ધાર્મિક કાર્યક્રમ આપવા તેનો પ્રચાર કરવો, હિન્દુ મુસલમાનોની ખોટી ઉપજાવી કાઢેલી વાતો કરવી, અંદરો અંદર દહેશત ફેલાવવી,ભાગલા પાડવાનું કામ કરે છે.
સનાતનના નામે લોકોને અવડે માર્ગે વાળે છે. મોંઘવારી, બેરોજગારી, ગરીબાઈ ના પ્રશ્નો બીજા, અવળે માર્ગે વાળી ગુમરાહ કરે છે. રોજબરોજની સમસ્યા ને આડેપાટે ચડાવી,રાજકીય પક્ષના ઈશારે કામ કરે છે, દેશમાં ઉશ્કેરીણું નું કામ કરે છે. જાથાના પંડ્યા એ મિટિંગમાં જણાવ્યું કે રાજ્યભરમાં ત્રણ દિવસ જિલ્લા ,તાલુકા,ગ્રામ્ય મથકો, ઉપર શુભેચ્છકોની મદદથી પોતાના ગામમાં બાબા વિરુદ્ધ જાગૃતિ સાથે સૂત્રોચાર કાર્યક્રમની તૈયારીને વેગ મળે તે સંબંધી વાત કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સૂત્રોચાર કરી જાથા ને સમર્થન આપવા આહવાન કર્યું હતું. વિશ્વના એક પણ દેશે ધર્મના કારણે પ્રગતિ કરી હોય તેવો દાખલો નથી. ધાર્મિક નેતા કે ધર્મથી આખરે દેશને જ નુકસાની ભોગવવી પડે છે. રાજકીય પક્ષો પોતાના પ્રચાર માટે બાબાઓ મારફત પોતાનું ધાર્યું કરાવતા હોય છે. ભારતે અનેક ઢોંગી બાબાઓને જેલમાં જતાં જોયા છે. તેથી હવે જાગવાની જરૂર છે. ધર્મના ઠેકેદારો કાયદા વિરુદ્ધ ઉચ્ચારણો, ધમકીઓ આપે છે છતાં તેના ઉપર કાયદાકીય કાર્યવાહી થતી નથી તે માત્ર ભારતમાં જોવા મળે છે. દેશને બાબાઓની જરૂર નથી વિજ્ઞાન ની જરૂર છે. રાજકોટ કથાના અમુક સમર્થકો જાથા ને ધમકી આપે છે તે કાયર હોય સત્ય પચાવી શકતા નથી. હોશિયાર, ચાલક માણસો સનાતનના નામે ઉશ્કેરી તેને જેલના માર્ગે ધકેલે છે. તેનાથી સાવધાની રાખવાની જરૂર છે. જાથા 35 વર્ષથી ફિલ્મ ઉપર કામ કરે છે. લોકોનો વિકાસ કેમ થાય, ભાતૃભાવ માટે જાથા કામ કરે છે. લોકોને ઉશ્કેરવા બેધ્યાન કરવા બકરીઇદ, મુસલમાન, ક્રિશ્ચિયનની ખોટી બેબુનિયાદ વાતો અને પ્રાર્થનામાં રોગ મટાડે છે ત્યારે કેમ કાર્યવાહી કરતા નથી કે અટકાવતા નથી તેવા મુદ્દાઓ આપી ઝઘડા કરવા માટે લોકોને ઉશ્કેરે છે. વાસ્તવમાં જાથા ઉપર જાતિવાદ કે કોમવાદ બાબતે એક પણ આક્ષેપ સાચો પડ્યો નથી તે તમામ જાગૃતો જાણે છે. પરંતુ લાગણીશીલ ને હિન્દુત્વના નામે ઉશ્કેરી જેલ યોગ આપે છે તેવા થી સાવધાન રહેવું જોઈએ. રાજકીય પક્ષો પોતાની સત્તા ટકાવવા લાલચુ માણસોનો ઉપયોગ કરે છે તે જગ જાહેર છે. એડવોકેટ જયંત પંડ્યા એ મિટિંગમાં જણાવ્યું કે પોતાના ગામમાં બાબા વિરુદ્ધ સૂત્રોચાર કાર્યક્રમ સંયમ કાયદાની મર્યાદામાં કરવા સલાહ આપી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના વિવિધ પ્રકારના ભાવભાવ, ઉચ્ચારણો, હિંદુઓએ ચાર બાળકો પેદા કરવાની સલાહ, એક બાળક સંગઠનને આપવાની શીખ આપી હતી. તે જ બતાવે છે કે રાજકીય પક્ષની છત્ર છાયામાં આ બાબા કાયદા ભંગ કરે છે. બંધારણના નિયમો કાયદો સામાન્ય ગરીબ માણસો માટે છે તેવું દેશમાં જોવા મળે છે. રાજકોટમાં બાબા કાયદા ભંગ કરશે એ જ વખતે જાથા ગુનો દાખલ કરવાની માગણી કરશે પુરાવા સાથે વીડિયો ની ક્લિપ પોલીસને આપશે. અંતમાં રાજકોટમાં જાથા નો વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ જૂન તા. 4 અને 5 ના રોજ યોજનાર હોય જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ હાજરીઆપવી ,પાખંડ નો વિરોધ કરવા ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે. વર્તમાન સમયે સામાન્ય પ્રજાજનો મોંઘવારી સહન કરી શકતા નથી તેના ઉપર કથાના સમર્થકો બોલવા તૈયાર નથી. માત્ર સનાતનના નામે ખોટો ઉહાપોહ કરે છે. લોકોને બીજા માર્ગે વાળી મૂળ પ્રશ્ન ભૂલી જાય તેવા પ્રયત્નો કરે છે. તેથી લોકોએ સમયસર જાગવાની જરૂર છે. બાબા વિરુદ્ધ સૂત્રોચારમાં દેવજીભાઈ પડસુંબિયા, રમેશ ભાઇ જે .રાઠોડ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, હસુભાઈ દુબરીયા, હિતેશભાઈ પરમાર, પ્રવીણભાઈ લો, હિતેશભાઈ લો, સુવાસભાઈ રામ, ભાવિનભાઈ ગઢવી, વિપુલભાઈ ડાભી, અરવિંદભાઈ ખોખાણી, આદિત્ય દુબેરીયા, ગૌતમ હિંશું,મહેન્દ્ર ચાવડા, રજનીભાઈ મોસાણી, મહેશભાઈ કે લાધવા, છગનભાઈ ડી ચૌહાણ, નિલેશભાઈ ડી રાઠોડ, હીરાભાઈ જાદવ, મોતીભાઈ બી ચૌહાણ, ભાનુબેન ગોહિલ, સહિત સ્થાનિક કાર્યકરોએ બાબા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા અને જાથા ને સમર્થન જાહેર કર્યું હતું. જાગૃત લોકો પણ પોતાના ગામમાં આ પ્રકારે કાર્યક્રમ કરી શકે છે, વિજ્ઞાનજાથા એ હંમેશા કાયદાને માન આપ્યું છે તે પ્રમાણે સરકારની મંજૂરી આવ્યા બાદ આંદોલન કાર્યક્રમ વધુ વેગવંતુ બનાવશે તેમ અંતમાં જણાવ્યું છે. રાજકોટ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવુંઆયોજન છે. દેશની પ્રગતિ વિજ્ઞાન ટેકનોલોજી આધારિત, વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણ ને આભારી થવાની છે તેથી લોકોએ સ્વચ્છા એ નિર્ણય કરી પોતાની મરજી મુજબ સમર્થન જાહેર કરવું જોઈએ તેવું જાથા માને છે. સંપર્ક માટે મો. 98252 16689 ઉપર જાણકારી આપવી. માનનીય તંત્રીશ્રી, આપશ્રીના અખબારમાં ઉપરોક્ત મેટર પ્રસિદ્ધ કરી આભારી કરશોજી. આ સાથે સૂત્રોચારના ફોટા તથા વિડિયો સામેલ છે યોગ્ય કરવા વિનંતી. જાથા ને મંજૂરી આવીએ તુરંત વધુ લોક સંપર્ક કરી કાર્યક્રમનો આખરી ઓપ આપી અસરકારક કાર્યક્રમ આપીશું તેની ખાતરી આપીએ છીએ.


