વાંકાનેર; બે કરોડના દારૂના ગુનામાં નાસતો-ફરતો 19 ગુનાનો રીઢો આરોપી ચોટીલાથી ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ બે કરોડના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો-ફરતો અને અગાઉ ખુન, ખુનની કોશીષ, મારામારી, પ્રોહીબીશન જેવા કુલ ૧૯ ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ રીઢા આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડયો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.
તે દરમ્યાન પોલિસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેષભાઇ પટેલ, ડ્રા.ધર્મેન્દ્રસિહ જાડેજા નાઓએ મળેલ બાતમી મુજબ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા રહે. સતીષા પીરની દરગાહની બાજુમાં જામનગર વાળાને ચોટીલા લાલા રઘુવંશી હોટલની બાજુમાં નગીન હોટલ પાસે જાહેર રોડ ઉપરથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આરોપી વિરુદ્ધ અગાઉ 19 ગુના નોંધાયેલ છે.
આ કામગીરી કરવામાં પો.ઇન્સ. અપૂર્વ પટેલ તથા પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, પી.સી.સરતેજા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, નરેન્દ્રસિહ રાઠોડ, આશાબેન પટેલ તથા બલદેવસિહ વીરદી નાઓ જોડાયેલ હતા.
