ખનીજ માફિયાઓ પર વાંકાનેર પોલીસની કાર્યવાહી રૂ.1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર પંથકમાં ભુ માફિયાઓ માં ફફડાટ વ્યાપી ગયો
વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેર કાયદેસર ખનીજનુ વહન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ કિ.રૂ.૦૧ કરોડ ૨૦ લાખ નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે તથા ઓવર લોડ ખનીજનું વહન કરતા વાહનો મળી આવતા અશોક લેલન કંપનીના ચાર ડમ્પર કબજે કર્યા છે, જે પ્રત્યેકની કિંમત અંદાજે રૂ. 30 લાખ ગણવામાં આવી છે GJ-08-AU-7124 (કિંમત 30,00,000/-) GJ-03-BY-8288 (કિંમત ₹30,00,000/-) GJ-03- BY-7953 (કિંમત ₹30,00,000/-) GJ-11-VV-9695 (કિંમત 30,00,000/-) કુલ મુદ્દામાલ 1,20, 00,000 નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.


