વાંકાનેરની શારદા વિદ્યાલયે રચ્યો ઇતિહાસ ધો.10 બોર્ડમાં ખાંડેખા મિલી રોહિતભાઈ એ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

Machhu news morbi

 વાંકાનેરની પ્રખ્યાત શારદા વિદ્યાલયે રચ્યો ઇતિહાસ ધો.10 બોર્ડમાં ખાડેખા મિલી રોહિતભાઈ એ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

વાંકાનેરની શારદા વિદ્યાલયની વિદ્યાર્થીની ખાંડેખા મિલી રોહિતભાઈ એ ધોરણ-10 બોર્ડ પરીક્ષામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મીલીબેન એ 98.33 ટકા સાથે (99.99 PR) મેળવી વાંકાનેર શહેર અને સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું છે.

વિદ્યાર્થીનીએ ગણિત, સંસ્કૃત અને સમાજવિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી અદભુત પ્રદર્શન કર્યું છે. આ ભવ્ય સફળતા બદલ શાળાના ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી, શિક્ષકમંડળ તેમજ પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

શારદા વિદ્યાલય દ્વારા સતત ઉત્તમ શૈક્ષણિક પરિણામો પ્રાપ્ત થતાં ફરી એકવાર શાળાનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજી ઉઠ્યું છે. શહેરના વિવિધ આગેવાનો, શિક્ષણ પ્રેમીઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા મીલીબેન ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

વાંકાનેર પંથકમાં પ્રખ્યાત સ્કૂલ એટલે શારદા વિદ્યાલય આ વર્ષનું પરિણામ વાંકાનેર પંથકમાં નહીં પણ સમગ્ર ગુજરાત માં પ્રેરણા દાયક પરિણામ છે. વાંકાનેર શારદા વિદ્યાલય શિક્ષક સ્ટાફ તેમજ શારદા વિદ્યાલય સ્કૂલ માલિકને ખૂબ ખૂબ અભિનંદન



Our website uses cookies to enhance your experience. Learn More
Accept !