જામનગર ખાતે પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ યોજાઈ..

Machhu news morbi

 જામનગર ખાતે પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ યોજાઈ..


પ્રદેશ ઈનચાર્જ અધ્યક્ષ શ્રી મનોજ સોની દ્વારા આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન કર્યું.. 

જામનગર ખાતે પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ની મિટિંગ યોજાઈ હતી જેમાં બોહળી સંખ્યા માં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા, જામનગર શહેર ના ઇન્દ્રપ્રસ્થ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના ઉપ પ્રમુખ મનોજભાઈ સોની ના અધ્યક્ષ સ્થાને આજે તા.૧૬/૨/૨૦૨૬ સોમવાર ના રોજ બપોરે ૪:૩૦ કલાકે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનોજભાઈ દ્વારા પત્રકારો માટે અકસ્માત વીમા અંગે ચર્ચા,તેમજ સંગઠનને મજબૂતી તરફ આગળ ધપાવવા સૂચનો કર્યા હતા આ તકે ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના ઉપ પ્રમુખ મનોજભાઈ સોની,જામનગર પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ હેમંતભાઈ ચુડાસમા,મહિલા વિંગ પ્રમુખ જ્યોતિબેન ગોંડલીયા,ઉપપ્રમુખ ઉમેશભાઈ ઝાખરીયા, ઉપ પ્રમુખ રાજુભાઈ રાઠોડ, અશોક ભાઈ રાઠોડ, પ્રભારી હાજીભાઈ દોદાણી, મહા મંત્રી હેમત ભાઈ ગોરી, નિકુલ દાન ગઢવી,વિશાલ ભાઈ ઢાકેચા, અકબરભાઈ દિવાન, મહેન્દ્રભાઈ વાણીયા, શકીલભાઈ કાસમભાઇ, વનરાજસિંહ સોઢા, શાહિદ હાજીભાઈ દોદાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

      આ મિટિંગમાં ખાસ સંગઠન માં જોડાયેલા તમામ પત્રકારો ના સભ્યપદ ના ફોર્મ ભરવા તેમજ 10 લાખ ના અકસ્માત વીમા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા,તેમજ વહેલી તકે જિલ્લા અધિવેશન નું આયોજન કરવું,સભ્યપદ માટે દરેક પત્રકાર ને ફોનકારી જાણ કરવી.અને અધિવેશન સમયે તમામ ને આઈ કાર્ડ પણ આપી દેવા માટે સદસ્યતા ફોર્મ જરૂરી છે,વીમા માટે પત્રકાર નું આધારકાર્ડ તેમજ નોમિની નું આધારકાર્ડ જરૂરી છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !