કોઈ શીર્ષક નથી

Machhu news morbi

 મોરબી: ઘરફોડ તથા વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલા મુદામાલ સાથે પરપ્રાંતિય ગેંગનો એક ઈસમ ઝડપાયો


મોરબી તાલુકાના પોલીસ સ્ટેશન ના અનડિટેકટ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુન્હાનો તેમજ મોરબી સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અનડિટેકટ વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ તેમજ વાહન ચોરીના મોટર સાયકલ સાથે પરપ્રાંતિય ગેંગના એક ઇસમને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ધરમપુર ગામ પાસે એક શંકાસ્પદ મોટર સાયકલ નંબર GJ-36-AQ-6410 વાળુ નીકળતા જે મોટર સાયકલ ચાલક ની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહી આપતા મોટર સાયકલના ઓર્નર ની તપાસ કરતા મોટર સાયકલ લખાજી સોઢા રહે- રંગપર તા.જી.મોરબી વાળા નું હોવાનું જાણવા મળેલ અને જે નાની વાવડી કબીર આશ્રમ પાસે થી ચોરી થયેલ જેની ફરીયાદ મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરેલ હોવાની જણાયેલ.

ત્યારબાદ પકડાયેલ ઇસમ સઘન પુછપરછ કરતા પોતે તથા અન્ય સહઆરોપી સાથે મળી સદર મોટર સાયકલ ચોરી કરેલ તે સિવાય અન્ય એક મોટર સાયકલ વાવડી એક સોસાયટી માં પાર્ક કરેલ ત્યાં થી ચોરી કરેલા ની કબુલાત આપતા જેથી તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આ મોટર સાયકલ ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

ત્યારબાદ આરોપીની અંગઝડતી કરતા ઇસમ પાસેથી રોકડા ૫૫૦૦/- તથા એક ગોલ્ડન કલર ની ખોટી ચેઇન તથા એક લોખંડ ના ગણેશીયા જેવુ હથિયાર મળી આવેલ જેથી આ બાબતે સખ્તાઇ થી પુછપરછ કરતા રોકડ રૂપિયા તથા ચેઇન મોરબી-જેતપર રોડ પીપળી ગામ ની એક સોસાયટીમાં સહઆરોપી સાથે મળી પકડાયેલ ગણેશીયા માફરતે લોક, નકુચો તોડી એક ઘરમાંથી ચોરી કરેલા જણાવતા હોય જેથી આ ઘરફોડ ચોરી બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ હતો

આ ઇસમવમોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી ના મુદામાલ તેમજ મોરબી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના મોટર સાયકલ સાથે મળી આવતા આ ગુન્હોઓ ડીટેકટ કરી ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તથા વાહન ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે પરપ્રાંતિય એક ઇસમ મુકેશભાઇ ઇલામસિંગ સિંગાર (ઉ.વ.૩૦) રહે- ઘોર તા.કુકસી જી.ધાર મધ્યપ્રદેશવાળાને પકડી પુછપરછ કરતા અન્ય ઈસમો કલમસિંગ ઉર્ફે ભાયા કેલસિંહ અલાવા રહે-બગોલી, નરવાલી તા.કુકસી પોલીસ સ્ટેશન ટાંડા જી.ધાર, કેરૂભાઇ કેશભાઇ સિંગર રહે- ઘોર તા.કુકસી પો.સ્ટે.-ટાંડા જી.ધાર મધ્યપ્રદેશ, હેમતભાઇ રહે-આંબાપુર તા-કુકસી પો.સ્ટે.-ટાંડા જી.ધાર મધ્યપ્રદેશવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ આગળની તપાસની પો.સ.ઈ. એસ.એચ.ભટ્ટ નાઓ ચલાવી રહેલ છે


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !