હાલ દિલ્હી ખાતે વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર રાજકીય મુલાકાતે
વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી જીજ્ઞાસાબેન મેર હાલ દિલ્હી ખાતે રાજકીય મુલાકાતે હોય
જેમાં દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાથે રાજકીય મુલાકાત કરી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીમુબેન બાંભણિયા અને લોકસભાના સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે શુભેચ્છા મુલાકાત કરી દિલ્હી સંસદભવન ખાતે ચાલુ મોન્સુન સત્ર દરમિયાન દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સ્પીચ સાંભળવાનો પણ મોકો મળ્યો, સાથે વાંકાનેરના યુવા અગ્રણી Er સમીર કુરેશી અને નરેન્દ્રભાઈ સોલંકીએ શુભેચ્છા મુલાકાત કરી.