*મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડના નર્સિંગ સ્ટાફની ઢોર બેદરકારી*
મોરબીની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ મા દર્દી ના સગા સાથે ગેરવર્તન કરી રહ્યા છે. અને દર્દીઓને તેમની ઈચ્છા મુજબ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. અને તોછડુ વલણ કરતા હોય છે. અને તેમના લગતા વળગતા ને ઈમરજન્સી વોર્ડમાં ગમે તેટલો ટ્રાફિક હોય તો પણ તેમને પહેલા પૂરી ટ્રીટમેન્ટ પાડે છે. તો શું ગરીબ વર્ગના દર્દીઓ નું કોઈ જ ના હોય તેવું દેખાઈ રહ્યું છે. અને સુપ્રીડેન્ટ ને જાણે હોસ્પિટલમાં કોઈપણ જાતનો રસ ન હોય તેવો ઘાટ ઘટી રહ્યો છે સુપ્રીડન્ટને મન ફાવે ત્યારે અને મનમાં આવે તેટલી રજાયો મૂકીને ચાલ્યા જાય છે. વધુમાં મેટ્રોન ઓફિસર પણ મનમાની ચલાવી રહ્યા છે. તેમનો લાગતો વળગતો સ્ટાફ ને તેના મન મુજબ નોકરી આપવામાં આવે છે. અને અન્ય સ્ટાફને પૂરી નોકરી કરવાની સૂચનાઓ આપતા હોય છે તો મોરબીની સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટ અને મેટ્રોન ઓફિસરને કોઈપણ કેવા વાળું ના હોય તેવો ઘાટ ઘટી રહ્યો છે. થોડા સમય પહેલા પણ સુપ્રીડન્ટ અને મેટ્રોન ઓફિસરોની ચર્ચા જોર પકડ્યું હતું. ત્યારે પણ આવા બનાવો સમાચારમાં પ્રસ્તુત થયા હતા ત્યારે પણ કોઈએ પણ સુપ્રીડન્ટ અને મેટ્રોન ઓફિસર ઉપર કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા ના હતા તો આ સુપ્રીડન્ટ અને મેટ્રોન ઓફિસર ઉપર કોની મહેરબાની તેવી પણ સિવિલ હોસ્પિટલમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે.?
ન્યૂઝ એહવાલ "મચ્છુ ન્યૂઝ મૉરબી" રીપોર્ટ...આસીફ ખોરમ મૉરબી