હળવદના ચાડધ્રા નદીના પટમાં ખનીજચોરો પર તબાહી, ૫૫ લાખનો મુદામાલ જપ્ત

Machhu news morbi
*હળવદના ચાડધ્રા નદીના પટમાં ખનીજચોરો પર તબાહી, ૫૫ લાખનો મુદામાલ જપ્ત.*

ખાણ ખનીજ વિભાગ મોરબી દ્રારા ચાડધ્રા નદીના પટમાં રેડ કરી સાદી રેતી ખનીજની ચોરી ઝડપી લઈને એક લોડર મશીન, એક ડમ્પર અને બે ટ્રેક્ટરો સહીત કુલ રૂ. ૫૫ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મોરબી ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ વાઢેરની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ જી મહેશ્વરીની ટીમ દ્વારા હળવદ તાલુકાના ચાડધ્રા નદીના પટમાં રેડ કરી હતી જ્યાં સાદી રેતી ખનીજનું બિન અધિકૃત ખનન કરતા મુકેશભાઈ ભરવાડની માલિકીનું એક જોન ડીયર કંપનીનું લોડર અને એક ખાલી હાલતમાં ડમ્પર, એક ટ્રેક્ટર ગેલાભાઈ રમેશભાઈ કવાડિયાની માલિકીનું મળી આવ્યું હતું અને એક ટ્રેક્ટર નીતિનભાઈ ધનજીભાઈ કોળીની માલિકીનું મળી આવ્યું હતું જે તમામ મુદામાલ હળવદ પોલીસને સોપવામાં આવ્યા છે તેમજ ખનીજ ચોરીની માપણી કરી આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગ્લ માઈનીંગ, ટ્રાન્સપોટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !