કાર્યક્રમ અધ્યક્ષ મહારાણારાજસાહેબશ્રીકેસરીદેવસિહજી ઝાલા, રાજ્યસભા સાંસદ, ગુજરાત વિશેષ ઉપસ્થિતિ - ડૉ. જે. જી વોરા (TPED, વાંકાનેર), મયૂરસિંહ પરમાર ( BRC વાંકાનેર ) શુભેચ્છક - રાતીદેવળી ગ્રામપંચાયત આમંત્રિત મહેમાનો.
માન કેસરીદેવસિંહજી ઝાલા, રાજ્યસભા સાંસદની ગ્રાન્ટ અંતર્ગત રાતીદેવળી પ્રાથમિક શાળામાં વંડો/ કંપાઉન્ડ વોલ/ શાળાફરતી દીવાલ બનાવવાની ગ્રાન્ટ મંજૂર થઇ છે. કંપાઉન્ડ વોલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. શાળામાં NMMS અને CET પરીક્ષામાં પાસ થયેલા બાળકોનું સન્નમાન કરવામાં આવ્યું શાળાની અંદર સંસ્કૃત ક્લાસરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ સંસ્કૃત ક્લાસરૂમમાં વિદ્યાર્થી સંસ્કૃત વિષય સરળતાથી શીખી શકે તે માટે વિવિધ ચિત્રો, બેનર, ચાર્ટ, પુસ્તકો વગેરે રાખવામાં આવ્યું છે. આ શાળામાં પ્રતિ વર્ષ સંસ્કૃતભારતી દ્વારા આયોજિત સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન થાય છે. સંસ્કૃત ગૌસ્વ પરીક્ષાનાં પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાનાં શિક્ષકો રજીયાબેન, કુમુદબેન, ચંદ્રિકાબેન, ગીતાબેન, પલ્લવીબેન, ઋષિરાજસિંહ ઝાલા, ડૉ. પાયલબેન ભટ્ટ જહેમત ઉઠાવી ગ્રામ અગ્રણી મહાવીરસિંહ ઝાલાએ વિશેષ સહકાર આપ્યો.