હળવદ: માથક ગામ નજીકથી દેશી દારૂથી ભરેલ બોલેરો ગાડી સાથે બે ઝડપાયાં.

Machhu news morbi
હળવદ તાલુકાના માથક ગામે સુંદરીભવાની જવાના રોડ ઉપરથી એક બોલેરો ગાડીમાંથી દેશીદારુ ૧૨૦૦ લીટર કિં. રૂ.૨,૪૦, ૦૦૦ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા. ૭,૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના માથક ગામે સુંદરીભવાની જવાના રોડ ઉપર જાહેરમાં એક બોલેરો પીકઅપ ગાડીમાં ૧,૨૦૦ લીટર દેશીદારૂ કિં રૂ.૨,૪૦,૦૦૦ તથા ગાડી કિં રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૭,૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મયુરસિંહ અખુભા ઝાલા રહે. રામપરા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા સંજયભાઇ હસમુખભાઇ દેકાવડીયા રહે. ભવાનીગઢ {જોકડા}તા.મુળી જી. સુરેન્દ્રનગરવાળાને પકડી પાડી પૂછપરછ કરતા અન્ય શખ્સો ઘનશ્યામભાઈ શંકરભાઈ કોળી રહે. કાતરોળી (કુંતલપુર)ગામ, તા.મુળી જી.સુરેન્દ્રનગર, હસમુખભાઇ મધુભાઇ દેકાવાડીયા રહે. ભવાનીગઢ {જોકડા} તા.મુળી જી.સુરન્દ્રનગર, વાલજીભાઈ ઉર્ફે વાલો સામજીભાઈ કોળી રહે. ઇન્દીરાનગર મોરબી, અજયભાઇ ઉર્ફે ભુરો સામજીભાઈ કોળી રહે. ત્રાજપર, જાપાપાસે, મોરબીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !