ત્રાજપર ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને એલસીબી ટીમે સ્થળ પરથી ભઠ્ઠીના સાધનો અને આથો તેમજ દેશી દારૂ સહીત ૯૫,૧૦૦ નો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે.મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ત્રાજપર ગામે અવાળા પાસે રેડ કરી હતી જ્યાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને સ્થળ પરથી ગરમ આથો ૩૦૦ લીટર કીમત રૂ ૭૫૦૦, ઠંડો આથો ૧૫૦૦ લીટર કીમત રૂ ૩૭,૫૦૦ દેશી દારૂ ૨૩૦ લીટર કીમત રૂ ૪૬ હજાર અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૯૫,૧૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી કિશન છગન પનારા રહે ત્રાજપર શેરી નં 1 વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી સવિતાબેન છગનભાઈ પનારા રહે ત્રાજપર વાળાનું નામ ખુલતા સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના ત્રાજપર ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, એક ઝડપાયો મહિલા આરોપીનું નામ ખુલ્યું.
જાન્યુઆરી 29, 2025
Tags