પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડમા 10થી વધુના મોતની આશંકા.

Machhu news morbi
મૌની અમાવસ્યા પહેલા પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આમાં 10થી વધુ લોકોના મોતની આશંકા છે.

13 અખડાઓએ આજનું મૌનીઅમાવસ્યા નું અમૃત સ્નાન રદ કર્યું જોકે આમ લોકોનું સ્નાન ચાલુ રહેશે
મંગળવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજ (Prayagraj)ના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી.આ ભાગદોડમાં કેટલાક નાં મોત થયા છે તો કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મેળાનું વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું છે. બધા સરકારી અધિકારીઓ કાર્યરત છે. અખાડાઓનું અમૃત સ્નાન બંધ કરી દેવામાં આવ્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે અખાડાઓ સાથે વાત કરી. આ પછી અખાડાઓએ અમૃત સ્નાન મુલતવી રાખ્યું છે. શ્રી મહાનિર્વાણિ અને અટલ અખાડાઓ સવારે 5 વાગ્યાથી અમૃત સ્નાન કરવાના હતા. આ પછી નિરંજની અને આનંદ અખાડાએ સ્નાન કરવાનું હતું અને તે પછી જુના, અગ્નિ આવાહન અને કિન્નર અખાડા, ત્યારબાદ વૈષ્ણવ સંપ્રદાયના દિગંબર, આણી, નિર્મોહી આણી અને નિર્વાણી આણીએ સ્નાન કરવાનું હતું. અંતે, નિર્મલ અખાડા અમૃત સ્નાન કરે છે. બધાએ અમૃત સ્નાન મુલતવી રાખ્યું છે.
નાસભાગ બાદ હવે અહીં સ્થિતિ નિયંત્રણમાં છે. ફોર્સ તૈનાત કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, એક અફવાને કારણે સંગમ કિનારા પર નાસભાગ મચી ગઈ હતી, તેમ પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.અકસ્માત બાદ એમ્બ્યુલન્સ સંગમકિનારે પહોંચી હતી. ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !