મૉરબી: સ્પામાં બહારથી સ્ત્રીઓને બોલાવીને ચાલતા ગોરખધંધા પર પોલીસના દરોડા, બે ઝડપાયા.

Machhu news morbi
મોરબીના રંગપર ગામની સીમમાં યોગી કોમ્પ્લેક્ષમાં ગેલેક્સી વેલનેસ સ્પામાં ગોરખ દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે એ એચ ટી યુ ની ટીમે દરોડા પાડી ત્યાંથી બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી એ એચ ટી યુ ની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન રંગપર ગામની સીમમાં યોગી કોમ્પ્લેક્ષમાં આવેલ ગેલેક્સી વેલનેસ સ્પામાં દેહવ્યાપારનો ગોરખધંધો ચાલતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં આરોપી ફારુખભાઈ ઈબ્રાહીમભાઈ હાણીયા અને મહમદહુશેન ભીખુભાઈ સંધી એ પોતાના ભોગવટ વાળા ગેલેક્સી વેલનેસ સ્પામાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપારનો ધંધો કરી બહારથી સ્ત્રીઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન સગવડો આપી કુટણખાનું ચલાવતા ઝડપી પાડી તેની પાસેથી કોન્ડમ પેકેટ નંગ ૭, રોકડા રકમ રૂ.૪૪૦૦ અને મોબાઈલ નંગ ૨ કીમત રૂ.૮૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની રેડ પડે ત્યારે લાલ લાઇટ ચાલુ કરી દેવામાં આવતી હતી જેથી લલનાઓને સૂચના આપવામાં આવેલ હોય કે લાલ લાઈટ થાય ત્યારે સગે વાગે થઈ જવું.તેવી સુવિધા પણ આરોપીઓ પોતાના સ્પામાં ગ્રાહકોને આપતા હોવાની માહિતી મળી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !