શ્રી મચ્છુ માતાજીની જગ્યા મોરબી નિવાસી અ.સૌ. પુનીબેન ગાંડુંભગત બીજલભગત ગોલતરના શ્રી શાલીગ્રામ (ઠાકર ભગવાન) ના શુભ લગ્ન મુ. નંદગામ (ગાંધીધામ) નિવાસી અ.સૌ. હકીબેન કરશનભાઈ સતાભાઈ ખીટના શ્રી વૃંદા (તુલસીજી) સાથે વિક્રમ સંવંત ૨૦૮૧ કારતક સુદ ૧૧ ને મંગળવારે તા. ૧૨-૧૧-૨૪ ના રોજ નીર્ધારેલ છે. શ્રી શાલીગ્રામ {ઠાકર}ની જાન જોડી નંદગામ {ગાંધીધામ} જશે મોરબીના મહેન્દ્રપરા શેરી નં ૧૭ ખાતે શ્રી મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી જાન પ્રસ્થાન કરશે અને નંદગામ ગાંધીધામ જાન જશે જ્યાં તુલસી વિવાહ ઉજવાશે જે તુલસી વિવાહમાં તા. ૧૧ ને સોમવારે વહેલી સવારે ગણેશ સ્થાપના, મંડપ મુર્હત, બપોરે ૧૧ કલાકે દરબારગઢ મચ્છુ માતાજી મંદિર ખાતે ભોજન સમારોહ, બપોરે ૪ કલાકે મામેરૂ અને રાત્રે ૯ કાલકે ફૂલેકું નીકળશે તેમજ તા.12 ને મંગળવારે વહેલી સવારે જાન પ્રસ્થાન કરશે અને તા. ૧૨ ને મંગળવારે સવારે શુભ ચોઘડીએ હસ્ત મેળાપ યોજાશે.
મોરબીમા આગામી મંગળવારે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી, ગાંધીધામ જાન જશે.
નવેમ્બર 08, 2024
Tags