લુણસર ગામ નજીકથી સ્કોર્પીઓ કારમાં યુવાનનું અપહરણ કરી માર મારનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ભોગ બનનારને મુક્ત કરાવ્યો હતો અપહરણના ગુનામાં વપરાયેલ કાર કબજે લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.થાનગઢ તાલુકાના મનડાસર ગામે રહેતા લીલાભાઈ કાળુભાઈ ભૂંડીયા (ઉ.વ.૩૫) નામના યુવાને અગાઉ વર્ષ ૨૦૧૫ ની સાલમાં ધંધા માટે ઉછીના રૂપિયા ત્રીસ લાખ લીધા હતા જેમાંથી દસ લાખ પરત આપી દીધા હતા અને બીજા પૈસા નોટબંધી વખતે બાકીના વીસ લાખ જૂની નોટો આપી હિસાબ પૂરો કરી દીધો હતો છતા પણ આરોપી રૂબરૂ અને ફોનમાં રૂપિયા મામલે ઉઘરાણી કરતો હતો ગત તા. ૦૫ ના રાત્રીના સમયે લીલાભાઈ પોતાની કાર લઈને લુણસર ગામ નજીકથી જતો હોય ત્યારે આરોપીઓએ સ્કોર્પીઓ કારમાં આવી યુવાનની કાર સાથે કાર અથડાવી ધોકા વડે કારમાં નુકશાન કર્યું હતું અને યુવાનનું કારમાં અપહરણ કરી લઇ ગયા હતા જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.જે ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી અને અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ખોડાભાઈ રણછોડભાઈ સેફાત્રા, ગોપાલ ગેલાભાઈ સેફાત્રા રહે બંને ખેતરડી તા. હળવદ અને મેલાભાઈ હમીરભાઈ સેફાત્રા રહે ચુંપણી તા. હળવદ એમ ત્રણ આરોપીને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ કાર જીજે ૧૩ એન એન ૧૫૨૯ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના લુણસર ગામ નજીક કારમાં યુવાનનું અપહરણ કરનાર 3 વ્યક્તિ ઝડપાયા
નવેમ્બર 08, 2024
Tags