રાજ્યની અનેક જેલમાં કેદીઓને વિવિધ સુવિધાઓ આપવામાં આવતી હોય છે જેને રોકવા માટે સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે આઈ જી ની સ્કોવડ દ્વારા મોરબી સબજેલમાં ચેકિંગ કરવામાં આવતા માવા મળી આવતા જેલર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી સબ જેલમાં કેદીઓને અપાતી સુવિધાઓની ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ ગયા બાદ જેલ આઈજી સ્ક્વોડ દ્વારા જેલની તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં મોરબી સબ જેલમાંથી ૪૦ માવા પકડાયા હતા.તો વધુ તપાસ દરમિયાન અન્ય ખામીઓ પણ ધ્યાને આવતા સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક અસરથી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બદલી કરવામાં આવી છે.જો કે તેઓ દોઢેક મહિના પહેલા જ અહીં મુકાયા હતા તેમની જગ્યાએ હવે રાજપીપળાથી એચ.એ.બાબરીયાની નવા જેલર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.લૉ માવા એ ભારે કરી જેલમાં તપાસ દરમિયાન માવા મળી આવતા જેલરની બદલી થઇ
નવેમ્બર 08, 2024
Tags