વાંકાનેરમાં ગેર કાયદેસર કાચા પાકા બાંધકામો પર નું દબાણ નું દિવાળીના તહેવાર નિમિત્તે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું.

Machhu news morbi

વાંકાનેરમાં ગેર કાયદેસર કાચા પાકા બાંધકામો પર નું દબાણ નું દિવાળીના તહેવાર નિમિત્તે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું.

વાંકાનેર શહેરમાં નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખી દિવાળી પહેલા જ ગેરકાયદેસર દબાણ કરનાર સામે તંત્ર એ ડિમોલેશન નું શાસ્ત્ર ઉગાવ્યું છે તેમાં કાચા પાકા ગેરકાયદેસર રીતે બાંધકામો કરેલા પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેમાં લક્ષ્મીપરા મિલ પ્લોટ નવાપરા વિસ્તાર માં અવારનવાર નોટિસો પાઠવવામાં આવી હતી જે નોટિસનો એકા એક અમલવારી દિવાળીના તહેવારો નિમિત્તે જ દિવાળી પહેલા જ ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણ કારકો સામે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હતું તેમાં વાંકાનેર નગરપાલિકા ના ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયા અને તેમની ટીમના હેડ ક્લાર્ક હાર્દિકભાઈ સરૈયા એન્જિનિયર મહેશભાઈ ચૌહાણ સહિત આદિત્ય ભાઈ રબારી
અને પ્રાર્થભાઈ, અશોકભાઈ વગેરે ની ટીમ સાથે વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ મથકના પીઆઈ પીએસઆઇ સહિત પોલીસ ટીમ નો મોટો કાફલો સાથે રાખી વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર થયેલા દબાણ પર તંત્ર દ્વારા કાચા પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવી ડીમોલેશન કરવામાં આવ્યું હતું જે તસવીરમાં તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ કામગીરીમાં પાલિકા પોલીસ ટીમ મોટી સંખ્યામાં તસવીરોમાં જોવા મળી રહી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !