*વાંકાનેરના માટેલ રોડ પર પાવડાનો હાથો ઝીંકી યુવાનની હત્યા કરનાર ઝડપાયો*
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર એક ઇસમેં યુવાન પાસે ખર્ચના પૈસા માંગતા યુવાને નથી કહ્યું હતું જે રૂપિયાની લેતીદેતી મામલે ઝઘડો અને મારામારી થયો હતો જેમાં આરોપીએ યુવાનને માર મારી પાવડાનો હાથો ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો છે
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર સનપાર્ક કારખાનામાં રહેતા રાહુલભાઈ પુરનલાલ જોષીએ આરોપી રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી રહે યુપી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ગત તા. ૧૩ ના રાત્રીના સમયે ફરિયાદીના કુટુંબી સંદીપ રાજેશભાઈ જોષી અને ગામનો કુટુંબી રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષીને ખર્ચના રૂપિયા બાબતે ઝઘડો થયો હતો
જેમાં સંદીપ રાજેશભાઈએ ગામના રાનું ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી પાસે ખર્ચના રૂપિયા માંગતા રાનુંએ નહિ હોવાથી આપવાની ના પાડી હતી અને પૈસાની લેતીદેતી મામલે ઝઘડો થતા આરોપી રાનુંએ સંદીપને હાથ પગ વડે માર મારી પાવડાના હાથાથી મોઢા પર ઘા મારી દેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઈને હત્યામાં વપરાયેલ પાવડાનો લાકડાનો હાથો કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે.