શરદોત્સવ – ૨૦૨૪ માં મન પ્રફુલ્લિત થઈ જાય, કોઇને પણ ગરબાના તાલે રમવાનું મન થઈ જાય તેવો માહોલ સર્જાયો*

Machhu news morbi
*શરદોત્સવ – ૨૦૨૪ માં મન પ્રફુલ્લિત થઈ જાય, કોઇને પણ ગરબાના તાલે રમવાનું મન થઈ જાય તેવો માહોલ સર્જાયો*
*રાજકોટ તા. ૧૭ ઓક્ટોબર -* “માડી તારો ગરબો ઘુમતો જાય”, “આજનો ચાંદલીયો મને લાગે બહુ પ્યારો”, ”ગાજે ગાજે કાંઈ ત્રાંબાળુને ઠોર, વાગે વાગે ઢોલીડાના ઢોલ” જેવા ગરબા-ગીતોના તાલે રમતા એ ચહેરાઓ જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય, કોઇને પણ ગરબાના તાલે રમવાનું મન થઈ જાય. કંઈક આવા દ્રશ્યો સર્જાયા હતા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ, ક્રિસ્ટલ મોલની પાસે, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે યોજાયેલા શરદોત્સવ – ૨૦૨૪ માં. ગુજરાત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર હેઠળના સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની સંસ્થાઓના રહેવાસીઓ મનોરંજન થકી તેઓની કૌશલ્ય શક્તિનો નિખાર થાય તે માટે પ્રતિ વર્ષ શરદોત્સવ-૨૦૨૪ રાસગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ, મનોદિવ્યાંગ બહેનોનું ગૃહ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, રાજકોટ સહિતની તમામ સંસ્થાઓના અંદાજિત ૪૦૦ જેટલા રહેવાસીઓ તથા દાતાઓ સહિતના લોકો ગરબે રમ્યા હતા.પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમાર તથા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ તથા દાતાશ્રીઓ બાળકો સાથે ગરબા રમ્યા હતા. મહાનુભાવોને ગરબે રમતા જોઈને બાળકો પણ ઉત્સાહિત થયા હતા. મનોદિવ્યાંગ બાળકો મોટુ-પતલું, છોટા ભીમ, સિલ્વર બોય જેવી વેશભૂશામાં તૈયાર થઈને ગરબે ધુમ્યા હતા. 
ગરબામાં કોમ્પિટીશનમાં વિજેતા થનાર બાળકોને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરાયા હતા તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તથા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ.એમ.રાઠોડ, બાળ સુરક્ષા અધિકારશ્રી એ.યુ.ગોસ્વામી, માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહના અધિક્ષક ડો. મહેશ ચૌહાણ, ચીફ ઓફિસર એમ.એન.ગોસ્વામી ટીમના સભ્યોએ સુંદર આયોજન કર્યું હતું.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !