મોરબીના વેજીટેબલ રોડ પર છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર ઝડપાયો.

Machhu news morbi

મોરબીના વેજીટેબલ રોડ પર છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર ઝડપાયો.

પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર, લોહીવાળા કપડા કબજે લીધા મિત્રો માતાના મઢ સેવા કેમ્પમાં જવાની પેરવીમાં હતા અને કર્યો હુમલો.શહેરના વેજીટેબલ રોડ પર છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરવામાં આવી હોય જેમાં મોબાઈલ બાબતે બોલાચાલી થતા એક ઇસમેં છરી વડે યુવાન સહિતનાને આડેધડ ઘા ઝીંકી દેતા એક યુવાનનું મોત થયું હતું જયારે બે યુવાનને ઈજા પહોંચતા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે મોરબીના વેજીટેબલ રોડ લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમાર (ઉ.વ.૩૫) આરોપી ઈરફાન દાઢી જામ મિયાણા રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ઈરફાન જામે ભાઈ શામજી પોપટ ચાવડાને પંચમુખી હનુમાનજી મંદિર પાસે મારામારી કરી ફરિયાદીના ભાઈ શામજીભાઈ તેમજ તેના મિત્ર જગદીશ બારોટ અને પ્રભુભાઈ કોળીને છરીના ઘા ઝીંક્યા હોય જેમાં શામજી ચાવડાને ગંભીર ઈજા પહોંચતા મોત થયૂ હતું પોલીસે હત્યાની હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને હત્યા કરનાર આરોપી ઈરફાન દાઢી જામને ઝડપી લીધો હતો જે મામલે ડીવાયએસપી ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે હત્યા કરનાર આરોપી ઈરફાન જામને ઝડપી લઈને પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર અને લોહી વાળા કપડા કબજે લીધા છે તેમજ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે બનાવમાં જગાભાઇએ મોબાઈલ લીધો હોય તેવી શંકા રાખીને આરોપી ઈરફાન વેજીટેબલ રોડ પર રાહ જોઇને બેઠો હતો અને ત્રણેય મિત્રો નીકળતા બોલાચાલી કરી છરી વડે હુમલો કરી દીધો હતો મૃતક અને તેના મિત્રો માતાના મઢ સેવા કેમ્પમાં જવાની તૈયારી કરતા હતા ત્યારે બનાવ બન્યાનું ખુલ્યું છે હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી ઈરફાન વિરુદ્ધ અગાઉ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનો નોંધાઈ ચુક્યો છે તેવી માહિતી પણ પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !